ગારિયાધાર: ગારિયાધારમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા, રાષ્ટ્રપ્રેમ સાથે એકતા અને ભાઈચારાનો સંદેશ
આપ્યો
ગારિયાધારમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા, રાષ્ટ્રપ્રેમ સાથે એકતા અને ભાઈચારાનો સંદેશ ગારિયાધાર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. દેશભક્તિના નારા અને તિરંગાની આન-બાન-શાન સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું.