અંજાર: નીંગાળ ગામમાં જુગાર રમતા 10 શખ્સોને અંજાર પોલીસે ઝડપ્યા,1.09 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
Anjar, Kutch | Jul 8, 2026 અંજાર તાલુકાના નીંગાળ ગામની શેરીમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી 10 શખ્સો સદામભાઈ સુલતાનભાઈ થૈયમ,મામદ બાવલા પઢીયાર,અજરૂદીન યાકુબ કેવર,સબ્બિર ઓસમાણ જામ,અકબર મિઠ્ઠભાઈ સંધાર,નવધણભાઈ વેલાભાઈ ગુજરીયા,હારૂનભાઈ બુઠ્ઠાભાઈ બાફણ,સુલેમાન ઈબ્રાહીમ મથડા,ઈરફાન ફકીરમામદ સંધાર અને સુલતાન ઓસમાણ જામને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી કુલ 1,09,450નો મુદ્દામાલ કબજે કર્યો છે.