ગાંધીધામ: મનપા કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ
ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણીએ શહેરમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કાર્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી. સેક્ટર-8ના ડી-માર્ટ રોડ અને આદિપુરના ગણપતિ માર્ગ પર સી.સી. રોડની કામગીરી બાદ હવે ફૂટપાથ અને લાઈટિંગના કામો એક સપ્તાહમાં પૂર્ણ કરવા તેમણે સૂચના આપી છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ સર્કલ અને વેન્ડિંગ ઝોનની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોને કામની ગુણવત્તા જાળવવા અને નિયત સમયમાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.