ગાંધીધામ: વચલી બજારમાં વધુ એક ચોરી, ACના અર્થિંગ વાયર ચોરતો શખ્સ CCTVમાં કેદ
# Jansamasya
ગાંધીધામની વચલી બજારમાં આવેલ મહેશ શૂટવાલાના પાછળના ભાગેથી ACના અથિંગ વાયરની ચોરી કરતો એક શખ્સ CCTV કેમેરામાં કેદ થયો છે. ઘટનાનો વીડિયો સામે આવતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય બજારમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને વેપારીઓએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.