શિનોર: સાધલી ગામે વોર્ડ નંબર 8 માં વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહીશો દ્વારા સાધલી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી
સાધલી ગામે વોર્ડ નંબર 8 માં આવેલી નવી નગરી તેમજ પાપડ વગામાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ હોય સ્થાનિક રહીશોમાં રોગચાળો વકરવાની ભીતી સર્જાઈ રહી છે.ત્યારે સાધલી ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે નવી નગરી તેમજ પાપડ વગાંમાં વરસાદી પાણી ના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે બપોરે સાધલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સંકેત પટેલને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં 60 થી વધુ સ્થાનિક રહીશો હાજર રહ્યા હતાં.