શિનોર: અવાખલ ગામે રહેણાંક મકાનની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી સફળતા પૂર્વક સાપનું રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરાયો.
અવાખલ ગામે રહેતા બીનાબેન પટેલ ના રહેણાંક મકાન ની બાજુમાં આવેલા ગોડાઉનમાં સવારે 7.30 કલાકે એક સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી ગોડાઉનમાં આવી ચડેલા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.