શિનોર: સાધલી થી ઉતરાજ જવાના રોડ પર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતાં આશાસ્પદ યુવાનનું મોત નીપજયું.
ડભોઇ તાલુકાના બાણજ ગામના ચરણદાસ વસાવા સાંજના 5.45 વાગ્યાંના અરસામાં બાઈક લઈને પોતાના ગામની બે દીકરીઓ કે જેઓ સાધલી ગામે વિઘ્નહર્તા હોસ્પિટલમાં નર્સની નોકરી કરતાં હોય તેમને મૂકવા માટે ગયા હતાં.અને મૂકીને ઘરે પરત જઈ રહ્યા હતા.તે દરમિયાન સાધલી - ઉતરાજ વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઈક ને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં માંથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.જો કે રસ્તામાં જ તેઓનું મોત નીપજયું હતું.