શિનોર: શિનોરમાં વરસાદને પગલે રેલવે ગળનાળા નીચે ભરાયેલા ઘૂંટણસમાં પાણીમાં અનેક વાહનો બંધ પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા
શિનોરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોય શિનોર મેન બજાર ના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેમ વરસાદી પાણી વહેતાં થયાં છે.જ્યારે રેલવે ગળનાળા નીચે પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો આશરે બે કીલોમીટર દૂર ફરીને જવા મજબૂર બન્યાં છે.જ્યારે કેટલાંક અજાણ્યા વાહન ચાલકો રેલવે ગળનાળા નીચે ભરાયેલા પાણીમાંથી પોતાનું વાહન પસાર કરતાં હોય વાહન પાણીમાં બંધ થઈ ગયા હતા.વાહનોને ધક્કા મારી ને બહાર કઢાયા હતા .