ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે ઈન્દિરાનગર રેલ્વે ફાટક પાસે ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના હેઠળ ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પોલીસે બાતમીના આધારે ઈન્દિરાનગર રેલ્વે ફાટક પાસે આવેલી એક ઓરડીમાં દરોડો પાડયો હતો.પોલીસે વિવિધ કંપનીના ૨૦ ખાલી અને ૪ ભરેલાં ગેસ સિલિન્ડર, રીફીલીંગ માટે વપરાતાં બે વાલ્વ, વજનકાંટા સહિત ૨૯,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી હાજર ન મળી આવેલ આરોપી નિર્મલસિંગ રાજપૂત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.