મોરવા હડફ: આદિજાતિ વિકાસ વિભાગની મહત્વની સમીક્ષા બેઠકમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠક કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા, રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામીત અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.