દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામસેવકોની યોજનાકીય કામગીરીની સમીક્ષા
દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં દાહોદ તથા ગરબાડા તાલુકાના ગ્રામસેવકોની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન બંને તાલુકાના ગ્રામસેવકો દ્વારા કરવામાં આવતી વિવિધ યોજનાકીય કામગીરીની સેજાવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના અમલીકરણની પ્રગતિ, બાકી રહેલી કામગીરી તેમજ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ યોજનાકીય કામગીરીમાં જરૂરી ઝડપ અને ચોકસાઈ જાળવવા ગ્રામસેવકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
Dohad, Dahod | Sep 11, 2026