ગાંધીધામ: મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ રસ્તાઓ તથા ડેવલપમેન્ટની કામગીરીની કમિશનર દ્વારા વિઝીટ કરવામાં આવી
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરા દ્વારા આજરોજ આદિપુર કોલેજ સર્કલથી મહારાવ મદનસિંહજી સર્કલ,64 બજાર,લુણંગદેવ રોડ તેમજ ગાંધીધામ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામો,વરસાદી નાલાની કામગીરી અને સફાઈ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.કામની ગુણવત્તા જળવાઈ રહે અને તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.