પાલીતાણા: પાલીતાણામાં ડામર રોડના કામનું ધારાસભ્ય દ્વારા સ્થળ પર નિરીક્ષણ
પાલીતાણા તાલુકાના વિજયગીરી બાપુ આશ્રમથી સગાપરા સુધી બની રહેલ ડામર રોડના કામનું ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. કામ ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.