અંજાર: વરસાણા સ્થિત એસ.આર.વી. પ્લાયવુડ કંપનીમાં પરપ્રાંતિય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Anjar, Kutch | Jun 30, 2026 અંજાર તાલુકાના વરસાણા ગામે આવેલી એસ.આર.વી. પ્લાયવુડ કંપનીમાં રહેતા સુવેલ નામના પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ગમછા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.