નખત્રાણા: નખત્રાણાના તળાવો નર્મદાના પાણીથી ભરાશે: સચિવાલયમાં મહત્વની બેઠક
નખત્રાણાના તળાવો નર્મદાના પાણીથી ભરાશે: સચિવાલયમાં મહત્વની બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય પીએમ જાડેજાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નખત્રાણા તાલુકાના નર્મદા સિંચાઈથી વંચિત વિસ્તારોના તળાવો ભરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.