અંજાર: દેવળિયા વિસ્તારમાં દંપતી પર પાંચ શખ્સનો હુમલો ; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | May 5, 2026 અંજારનાં દેવળિયા ગામમાં એક દંપતી ઉપર પાંચ શખ્સે ધારિયા, ધોકા વડે હુમલો કરી તેમનાં ઘરમાં રહેલા સરસામાનમાં તોડફોડ કરી હતી. બનાવમાં ઘવાયેલા દંપતીને સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના દીકરાનો વીરા ગામે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો તેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.