અંજાર: નગરપાલિકા દ્વારા ગંગાનાકા મધ્યે એસટી બસ સ્ટોપની જગ્યા દૂર કરી ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા
Anjar, Kutch | May 6, 2026 અંજારના ગંગા નાકા મધ્યે એસટી બસ સ્ટોપની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી વેપાર કરતા વેપારી વિરુદ્ધ નગરપાલિકાને એક અરજી મળી હતી.તે અંગે તપાસ કરી અને ગેરકાયદેસર બાંધકામ થયેલું માલુમ પડતા નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાના આદેશથી કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે અને ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ સેની. ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ જમીન પર બુલડોઝર ફેરવી અતિક્રમણને દબાણ મુક્ત બનાવ્યું છે.