ભાવનગર: અમદાવાદ હાઈવે રોડ પરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી, આરોપી શખ્સ નાસી છૂટ્યો
ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી અને તલાસી લેતા એક શખ્સ કાર લઈને પસાર થતા પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. જ્યારે આ કારણે પોલીસે ઝડપી લઇ તલાસી લેતા તે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે કુલ રૂપિયા 8,61,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.