ગાંધીધામ: ભગવતી કાંટા નજીક અજાણ્યા વાહનની હડફેટે એક આધેડ વ્યક્તિનું મોત
ગાંધીધામના ભગવતી કાંટા નજીક અજાણ્યા વાહનની હડફેટે એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ અંધારાનો લાભ લઇ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ મૃતકની ઓળખ અને અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.