ગાંધીધામ: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખાતે યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં મનપા ચૂંટણી માટે મુખ્યમંત્રીએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન
કચ્છ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ગાંધીધામમાં પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. પ્રવાસની શરૂઆતમાં મુખ્યમંત્રીએ માં આશાપુરાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગાંધીધામ ખાતે આયોજિત ભવ્ય સભામાં તેમણે સરકારની વિકાસગાથા રજૂ કરી જનતાના આશીર્વાદ માંગ્યા હતા. સ્થાનિક ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રીએ પ્રચારની કમાન સંભાળી કાર્યકરોને જીતનું લક્ષ્ય આપ્યું હતું.