અંજાર: ઐતિહાસિક સુમરા મસ્જિદ ખાતે ઈદ ઉલ અઝહાની કૌમી એકતા અને ભાઈચારાથી ઉજવણી
Anjar, Kutch | May 28, 2026 અંજાર ખાતે આજ રોજ ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) નો પર્વ કૌમી એકતા, ભાઈચારા અને અમન-શાંતિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. અંજારની ઐતિહાસિક સુમરા મસ્જિદ ખાતે સૈયદ ફરહાન બાપુજાફરશા બાવા દ્વારા ઈદની નમાજ અદા કરાવવામાં આવી હતી.અંતમાં દેશની અમન-શાંતિ, ભાઈચારો અને પ્રગતિ માટે અલ્લાહની બારગાહમાં વિશેષ દુઆ કરવામાં આવી હતી.