ઘોઘા: ઘોઘા તાલુકાના મોરચન રાણાધારમાં PGVCLની બેદરકારીના આક્ષેપો વચ્ચે યુવકનું મોત
ઘોઘા તાલુકાના મોરચન રાણાધારમાં PGVCLની બેદરકારીના આક્ષેપો વચ્ચે યુવકનું મોત વીજ કાપ દરમિયાન લીમડાનું ઝાડ કાપવા ચડેલા યુવકને વીજ કરંટ લાગ્યો હોવાનો પરિવારનો આક્ષેપ, ઘટનાને લઈ ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચન રાણાધાર ગામેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ PGVCLની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ, મોરચન રાણાધાર