મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા રામ ગ્રુપ ઓફ હોટલ્સ અને રેસ્ટોરન્ટ ના 37 સ્થળો પર દરોડા, સુરતમાં તપાસ
Majura, Surat | Dec 3, 2025 મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દેશની નામી રામી ગ્રુપ ઓફ હોટલ્સ ના 37 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આઇટી વિભાગના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ,ફોર અને ફાઇવ સ્ટાર હોટેલનું સંચાલન કરતી રામી ગ્રુપ ઓફ હોટલ્સ ની સુરતના વિસ્તારમાં પણ ઓફિસ અને હોટેલ આવેલ છે. જ્યાં મંગળવારથી મુંબઈ આઈટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. જેમાં નાણાકીય લેવડદેવડ અને દસ્તાવેજોની ચકાસણી કરાઈ રહી છે.