ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી
ઉત્રાણ વિસ્તારમાં વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર આરોપી ઝડપાયો.
CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરાઈ.
પોલીસે રેહાન ફિરોજ અબ્બાસ શેખ (ઉંમર 18 વર્ષ)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.
આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના પહેરેલા મોંઘા બૂટની 25 જોડી મળી આવી.
જપ્ત કરાયેલા બૂટની કુલ કિંમત આશરે ₹20,000 હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.
Udhna, Surat | Aug 26, 2026