ભચાઉ: નાની ચીરઈ ગામે હત્યાના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | May 28, 2026 થોડા દિવસ પહેલા ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામે હત્યાનો બનાવ બન્યો હતો. જે બાદ ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી રહીમ મામદ જુમા પરીટ, ઇરફાન હાજી અલારખા પરીટ, હસન ગુલમામદ પરીટ, ઈકબાલ ગુલમામદ પરીટની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.