અંજાર: PGVCL કચેરીના એક રૂમમાં આગનો બનાવ
Anjar, Kutch | Jun 20, 2026 અંજાર શહેર પેટા વિભાગીય કચેરી, PGVCL ખાતે તા. 20 જૂન 2026ના રોજ બપોરે અંદાજે 12:00 વાગ્યે આગની ઘટના બની હતી.પ્રાથમિક માહિતી મુજબ કચેરીના એક રૂમમાં રાખવામાં આવેલ જૂનો અને બિનઉપયોગી સામાન, જેમાં જૂની ખુરશીઓ, મીટરો, વાયરો, સલામતીના સાધનો તેમજ કેટલીક જૂની રેકોર્ડ સામગ્રીનો સમાવેશ થાય છે, તેમાં આગ લાગી હતી.