ખંભાત: ખંભાતના અખાતમાં આકાર લેશે ભારતનો સૌથી લાંબો 30 કિમીનો સી-બ્રિજ, ભાવનગરથી ભરૂચ માત્ર 45-60 મિનિટમાં પહોંચાશે
Khambhat, Anand | May 29, 2026 કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોની વર્ષો જૂની પરિવહનની સમસ્યાના નિરાકરણ માટે એક અત્યંત મહત્વકાંક્ષી યોજના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ખંભાતના અખાત (ખાડી) પર એક ભવ્ય અને અત્યાધુનિક સી-બ્રિજ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. આ કનેક્ટિવિટી જામનગર-ભાવનગર-ભરૂચ હાઇ સ્પીડ કોરિડોરનો ભાગ બનશે.