હાલોલ: હાલોલ MGM સ્કૂલ બહાર ટાટા ઇન્ટ્રાની અડફેટે ઘવાયેલા વૃદ્ધે સારવાર દરમ્યાન તોડ્યો દમ,ઇન્ટ્રા ચાલક સામે ગુન્હો નોંધાયો
હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી એમજીએમ સ્કૂલ બહાર ગઈ કાલે શુક્રવારે સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડ સ્કૂટર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.હાલોલ પોલીસે ઇન્ટ્રા ગાડીના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે