કેશોદ: કેશોદના માંગરોળ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી, સીસીટીવી આવ્યા સામે
કેશોદના માંગરોળ રોડ ઉપર આજે વહેલી સવારે બેફામ ડ્રાઇવિંગ ના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબુ ગુમાવતા બે કાબુકાર રોડની બાજુમાં આવેલી એક ઇલેક્ટ્રીકની દુકાનમાં સીધી ખુશી ગઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફડા તપડી સર્જાઇ હતી. કાર દુકાનમાં ઘૂસી જતા દુકાનના શટર દીવાલો અને અંદરના ઈલેક્ટ્રીક માલ સામાનને નુકસાન થયું હતું. ત્યારે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે