ગાંધીધામ: મનપા દ્વારા રવિન્દ્રનાથ ટાગોર પાર્ક, સેક્ટર-8 ખાતે વૃક્ષારોપણ, સફાઈ ઝુંબેશ અને સાયકલ રેલીનું આયોજન
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રવિન્દ્રનાથ ટાગોર પાર્ક, સેક્ટર-8 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, મ્યુનિસિપલ કમિશનર બી.ડી ડાવેરા, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ સહિત વિવિધ હોદ્દેદારો અને કોર્પોરેટરોએ હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું.