જેસર: વીરપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
જેસર તાલુકાના વીરપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શ્રીકૃષ્ણના ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘જય