કાલોલ: કાલોલ ભારતમાલા હાઈવે પાસે પીગળી ગામ નજીક બે કારમાંથી વિદેશી દારૂનો ૧૩.૨૧ લાખનો જથ્થો ઝડપી, ૩ આરોપીઓની અટકાયત કરી
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર પિંગળી ગામ નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે બે કાર અને દારૂ મળી રૂ. ૧૩.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.