ખંભાત: ખંભાત નગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના અંગે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો,
10 લાભાર્થીઓને સેન્સર લેટર અર્પણ કરાયા.
ખંભાત નગરપાલિકાના એન. યુ. એલ. એમ. (NULM) વિભાગ દ્વારા આજ રોજ 'PM SVANidhi' યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળા અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખંભાત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશોરભાઈ રાણા અને એક્ઝિક્યુટિવ ચેરમેન વિશાલભાઈ જાનીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને સરકારની આ મહત્વકાંક્ષી યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.10 લાભાર્થીઓને સેન્શન લેટર અર્પણ કરાયા હતા.