અંજાર: અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ઓળખ માટે અંજાર પોલીસની અપીલ
Anjar, Kutch | Jul 4, 2026 આજરોજ સવારે અંદાજે 6:00 વાગ્યે સન પાળી ફિલ્મ્સ કંપની, અજાપર ખાતે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં એ. મૃત્યુ નંબર 93/2026 નોંધવામાં આવ્યો છે અને બી.એન.એસ.એસ. કલમ-174 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતક અંગે કોઈને ઓળખ અથવા માહિતી હોય તો તાત્કાલિક અંજાર પોલીસના સંપર્ક માટે મોબાઇલ નંબર 63566 26655 તથા ઓફિસ નંબર 95371 46110 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે