અંજાર: 4.85 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક એસટી વર્કશોપનું લોકાર્પણ
Anjar, Kutch | Jun 11, 2026 અંજાર શહેરને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) તરફથી વધુ એક મહત્વપૂર્ણ સુવિધાની ભેટ મળી છે. અંજાર એસટી ડેપો ખાતે રૂ. 4.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક ડેપો વર્કશોપનું લોકાર્પણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું.