રાપર: રવ ગામ પાસે lcb એ વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એકને ઝડપ્યો, ત્રણ ફરાર..
Rapar, Kutch | Apr 5, 2026 લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાપર તાલુકાના રવ ગામ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 91,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.