ગાંધીધામ: આદિપુરમાં ચૂંટણી કાર્ડ-મોબાઈલ નંબરના દુરુપયોગ અંગે પોલીસમાં અરજી
આદિપુરના અરજદાર દિનેશભાઈ કરશનભાઈ પરમાર (માળી) દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમની અરજી પ્રમાણે, તેમના ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબરનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ તેમાં "દિનેશ સોલંકી” નામ દાખલ કરવામાં આવ્યું છે, જે તેમનું પૂરું નામ નથી. અરજદારના જણાવ્યા મુજબ, મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન તેમના વિગતોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમના નામે પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવ્યું છે.