ગાંધીધામ: ડીઝલ માટે ભારે અવરજવર : BM પમ્પથી ગુડ્સ સાઈડ સુધી ટ્રકોની લાંબી કતારો #
Jansamasya
ગાંધીધામમાં ડીઝલ ભરાવવા માટે ઇંધણ પંપો પર ભારે અવરજવર જોવા મળી રહી છે. આજરોજ બપોરે BM પમ્પથી ગુડ્સ સાઈડ સુધી ટ્રકોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી રાહ જોવી પડતા ટ્રાન્સપોર્ટરો અને ટ્રકચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.ટ્રકચાલકોના જણાવ્યા મુજબ એકસાથે મોટી સંખ્યામાં ટ્રેલરો અને ભારે વાહનો ડીઝલ ભરાવવા પહોંચતા લાઇનો લાંબી બની રહી છે.