અંજાર: વરસામેડી વિસ્તારમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: 5 ઝડપાયા, ₹2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
Anjar, Kutch | Jul 2, 2026 અંજાર પીઆઇ એચ.એ. જાડેજાની ટીમે વરસામેડી સીમ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સો કીશોરભાઈ પોપટભાઈ માલી,હાસમશા કાસમશા શેખ,શરીફહુશેન ઈસ્માઈલશા શેખ,શબીરશા હાશમશા શેખ અને ધનાભાઈ દેવશીભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ₹2,70,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે અન્ય 5 આરોપીઓ અકબરશા મકવાની,જુસબશા શેખ,મજીદ નોડે,ઇસબશા અને એક અજાણ્યો ઇસમ પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તેમની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.