જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ,કુલ 83.32 ટકા મતદાન નોંધાયું
જાંબુઘોડા તાલુકામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો,જેમાં દિવસના અંતે તાલુકાનું સરેરાશ 83.32 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.જ્યારે પંચમહાલ જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈ અને તેમના પરિવારે પણ મતદાન કર્યું હતુ અને સૌ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી