ગાંધીધામ: ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરીની મનપાની દ્વારા રેન્ડમ ચકાસણી કરતા ક્ષતી જણાતા 5 લાખની દંડાત્મક કાર્યવાહી
ગાંધીધામ મનપા કમીશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમો દ્વારા તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૦૮/૦૫/૨૦૨૬ સુધી ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીની મોનીટરીંગ અને રેન્ડમ ચકાસણી કરવામા આવી. આ ચકાસણી દરમીયાન કામગીરીમાં બેદરકારી, સમયસર કચરા ઉપાડમાં ખામી તેમજ નાગરિકોની મળેલ ફરિયાદોને ગંભીરતાથી ધ્યાનમાં લઈ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સી સામે રુ.5 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.