ભાવનગર શહેર: ટર્મિનસ સ્ટેશન ખાતેથી ઉપડતી ઇન્ટરસિટી ટ્રેનને ભીમનાથ સ્ટેશન પર હંગામી સ્ટોપેજ આપવા નિર્ણય કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 10, 2026
ભાવનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર ભાવનગર ટર્મિનલ સ્ટેશન ખાતેથી ઉપડતી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને ભાદરવી અમાસના મેળા ને લઈને ભીમનાથ સ્ટેશન પર બે દિવસ માટે હંગામી સ્ટોપેજ અપાશે. જ્યારે ગાંધીગ્રામ બોટાદ ગાંધીગ્રામ ટ્રેનને એક મિનિટના બદલે બે મિનિટ માટે સ્ટોપેજ આપવામાં આવશે જે અંગે ડીઆરએમ કચેરી ખાતેથી જણાવ્યું હતું.