જાંબુઘોડા: જાંબુઘોડા અભયારણ્યમાં ઉનાળાની શરૂઆત થતા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા શરૂ કરાઇ
જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે જ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગ સક્રિય બન્યો છે.વડોદરા વન્ય પ્રાણી વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા આ અભયારણ્યમાં કુલ 65 પાણીની કુંડીઓમાં પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.