ગાંધીધામ: હાઇવે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ
બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામના ભરતદાન ગઢવી પોતાની કાળા કલરની સ્કોર્પિયોમાં દારૂ ભરીને જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે વાહન ભચાઉ રોડ તરફ ભગાડયું, પોલીસે પીછો કરતા આરોપી લક્ષ્મી બેન્સા પાસે કાર મૂકીને ભાગી ગયો હતો. કારની તલાશી લેતા તેમાંથી કુલ 864 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન મળી કુલ ₹9,08,000 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી