ગાંધીધામ: ભારતીય જનતા પાર્ટીએ ભાજપ કાર્યાલય ખાતે ગાંધીધામ મનપાની ચૂંટણી માટે પોતાનો 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો
ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો છે. જેમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવીને તેને આધુનિક ઓપ આપવાની વાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર 135 કરોડના ગ્રીન રિંગ રોડ, 18 કરોડના મોડલ ફાયર સ્ટેશન અને પીપીપી મોડલ પર નવા બસ પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. રમત-ગમત સંકુલ અને સ્માર્ટ લાયબ્રેરી દ્વારા યુવાનોના વિકાસ પર ભાર મુકાયો છે.