ગાંધીધામ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટાગોર રોડ પર વિધાર્થીઓની સુરક્ષા માટે સાઈનેજ અને સ્પીડ બ્રેકર મુકવા તંત્રને રજૂઆત
ગાંધીધામ-આદિપુરના હાર્દ સમાન ટાગોર રોડ પર ટ્રાફિકના કારણે વિધાર્થીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને ગુરુકુલ અને ઈફકો ગેટ વચ્ચે પ્રોપર ક્રોસિંગ ન હોવાથી શાળાએ જતા બાળકોને જોખમી રીતે રોંગ સાઈડથી પસાર થવું પડે છે. આ મામલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજા કાનગડ અને મંત્રી મહેશ તીર્થાણીએ મ્યુનિસિપલ કમિશ્નરને વિગતવાર નકશા સાથે રજૂઆત કરી છે.