જાંબુઘોડા: જાંબુઘોડાના વાવ ગામેથી ચોરી કરલે બાઇકને આરોપી સહીત ગણતરીનાજ કલોકોમાં શોધી કાઢતી જાંબુઘોડા પોલીસ
જાંબુઘોડાના વાવ ગામ ખાતે આવેલ ગ્રામીણ બેંકમાં દાંડિયાપુરા ગામના ભલસીંગભાઈ રાઠવા જેઓ બાઇક લઈ બેંકમા કામકાજ અર્થે આવ્યા હતા જ્યારે તેઓ બેંકનુ કામ પતાવી બહાર આવતા પોતાની બાઇક ના દેખાતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જાંબુઘોડા પોલીસે હ્યુમન સોર્સથી બાતમી મેળવી ચોરીની બાઇક સાથે આરોપી કૃષણકાંત બારીઆને પકડી પાડી જાંબુઘોડા પોલીસ સ્ટેશનનો અનડીટેકટનો ગુન્હો ડિટેકટ કર્યો હતો