મોરવા તાલુકામાં આવેલા સંતરોડ નજીક હાઇવે રોડ પર એક ૧૪ વ્હીલની ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. વડોદરાથી કેમિકલની બોરીઓ ભરીને મધ્યપ્રદેશ જઈ રહેલી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જોકે ચાલકની સતર્કતાના કારણે તેનો આબાદ બચાવ થયો છે.