ખંભાત: ખંભાતની અદાલતે મિત્રતાના નાતે આપેલા 4 લાખના ચેક રીર્ટન કેસમાં વત્રાના ખેડૂતને એક વર્ષની સજા
ખંભાત તાલુકાના વત્રા ગામના બસસ્ટેન્ડની સામે આવેલા ઈન્દિરા આવાસની પાછળ રહેતા અને ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા ખેડૂતને 4 લાખના ચેક રીર્ટન કેસમાં અદાલતે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જેમાં આરોપી દિનકરભાઈ કાંતિભાઈ પટેલને ખંભાતની અદાલતે સજા ફટકારી છે.યોગેશભાઈ પટેલે વકીલ પી.બી. રોહિત મારફતે ચેક રિટર્નનો કેસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.