ગાંધીધામ: આદિપુર મધ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનો પ્રથમ દિવસ યોજાયો
ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત ગાંધીધામ મંડળનો પ્રથમ દિવસ આદિપુર ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.પ્રશિક્ષણ વર્ગની શરૂઆત આગમન, રજીસ્ટ્રેશન અને દિપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરી ઉદ્ઘાટન સત્ર તેમજ વૈચારિક અને સૈદ્ધાંતિક અધિવેશન યોજાયું હતું.કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.